08 March, 2014

Happy Wonens Day....

·   0

આજે વિશ્વ મહિલા દિન...

      એવું સાંભળ્યું છે કે પુરૂષને કુદરતે સ્ત્રી કરતાં વધુ શક્તિશાળી બનાવ્યો છે પણ તેને સ્ત્રીનાં સમ્માન કે તેનાં સ્ત્રીતત્વને હાની પહોંચાડવા નહીં પણ તેની રક્ષા કરવાં વધુ મજબુત બનાવ્યો છ

        પણ મને નથી લાગતું કે આજની નારી ને
કોઈની રક્ષાની જરૂર હોય , તેઓ ખુદ હવે કાબેલ થઈ ગઈ છે પોતાની રક્ષા કરવા અને પોતાનાં સ્વપ્નાઓ પૂરાં કરવાં , રોજ-બરોજ ની લાઈફમાં હવે પહેલાં જેમ સાડીનો ઘુમટો તાણી , નીચે જોઈ કામ કરતી નારી ની જગ્યાએ સ્કુટી પર બાળકોને સ્કુલે લેવાં- મુકવાં જતી , પતિનું ટીફીન બનાવી , ઘરનાં બધાં કામ પતાવી અને જોબ કરતી , સાંજે પાછી આવી પાછું ડીનર અને રાતની પથારી આ બધું એકલે હાથે સંભાળતી આ
નારીને જોઈને એમ થાય કે ભગવાને બનાવ્યા તો સરખા જ હશે બધાંને , બસ , આ સ્ત્રી પર
અજીબોગરીબ કાયદા બનાવીને તેને ફક્ત ઘરની જવાબદારીઓ નીચી મૂંડી કરી વેંઢરવાની એવું જ
મગજમાં આ સમાજે ઠોકી દીધું જેથી સ્ત્રીઓને પોતાની આવડત બતાવવાનો આજ સુધી ચાન્સ ન મલ્યો અને તેઓને ઘરમાં રહી રોટલાં જ ટીપવાં માટે લાવવામાં આવતું મશીન લોકોએ માની લીધું પણ પોતાના અંદરનાં સ્વપ્નાઓ , ઈચ્છાઓ ક્યાં સુધી કોઈ અંદર દબાવી રાખે
1936માં 21 વર્ષની સરલા ઠકરારે પ્લેન ઉડાડ્યું હતું , 23 વર્ષની ઉંમરે 1972માં કિરણ બેદી આઈ.પી.એસ. ઓફિસર બન્યાં હતાં , 1994માં 34 વર્ષની કલ્પના ચાવલાનું
નાસામાં અવકાશમાં જવા માટે સિલેક્શન થયું હતું અને 32 વર્ષની સુરેખા શંકર યાદવે 1989માં આસિસ્ટન્ટ રેલ્વે ડ્રાઈવર તરીકે પોતાની કારકિર્દી શરૂ કરી , 1998માં માલવાહક ગાડીનાં રેલ એન્જિન ડ્રાઇવર રીકે નિમણુંક પામ્યાં હતાં...

વિચારો !!!!! જ્યારે દેશમાં કોઈ મહિલાએ નહીં કરી હોય ત્યારે કદાચ આમનાં જેવી ઘણી મહિલાઓ જેને હિમ્મત કરી હશે , કેટલું અઘરૂં હશે ત્યારે પણ તો ય સમાજ સમક્ષ , પરિવાર સમક્ષ પોતાની ઈચ્છાઓ પૂરી કરવાની નિડરતા બતાવી હશે અને તેઓ તેમની ઈચ્છાઓ , સ્વપ્નાઓ સાકાર કરવામાં સફળ રહી હશે ત્યારે તે બધાંની સફળતા જોઈને આ દેશનાં મા-
બાપે પોતાની દીકરીઓમાં પણ ક્યાંક જોશ અને જુનુન રહેલું છે જે તેમનું નામ ઉજાગર કરશે એમ
અનુભવી પોતાની દિકરીઓને પોતાની ઇચ્છા મુજબ કરવાની સ્વતંત્રતા આપી હશે અને ત્યારે
આપણાં દેશની કરોડો બહેન-દીકરીઓ
સ્વતંત્રતામાં જીવી રહી છે અને તેઓ શું કરી શકે છે તે દુનિયાને સિધ્ધ કર્યું છે અને દેશ આટલો ઉજાગર થયો છે , જો આ મહિલાઓ ના હોત તો કદાચ હજી આપણે તેઓ પાસે રોટલાં જ ટીપાવતા હોત અને કામ જ કરાવતાં હોત એટલે આજે આવી ભારતની શ્રેષ્ઠ , નિડર , બહાદુર અને તેમનાં પર ભારત દેશનું ગૌરવ છે તેવી મહિલાઓને લાખ લાખ સલામ...

આવી જ રીતે આપણાં દેશની નારી પૂરાં જગતમાં પોતાનાં પરિવારનું , આ દેશની નારીઓનું અને ભારતનું નામ રોશન કરતી રહે...

હજીય ભારતનાં ઘણાં વિસ્તારમાં અને ઘણાં લોકોમાં એવાં સંકુચિત માનસ ધરાવતાં અને સ્ત્રીઓને અબળા સમજનાર વર્ગ છે જેઓ હજી સ્ત્રીઓ પર અંકુશ લગાવી રાખવામાં માને છે , જેઓને બુધ્ધિ વિકાસની જરૂર છે...

આપણે શું કરવાનું છે ?
આપણે જરૂર છે ફક્ત તેઓને કોઈનાં થી ઊતરતી કક્ષાની નહીં સમજવાની , જરૂર છે
ફક્ત તેઓ પર ભરોસો રાખી તેઓનાં સ્વપ્નાઓ અને ઈચ્છાઓ પૂરી કરવાની તક આપવાની , તેઓને માન- સમ્માન આપવાની , તેઓનું અપમાન ના થાય તે જોવાની અને તેઓ પર ગૌરવ લઈ તેઓને આગળ વધવાની પ્રેરણા અને હિમ્મત આપવાની ,
જય ભારત ,
જય હિંદ...

Subscribe to this Blog via Email :