QMTS ફોર્મમાં ગ્રેડ આધારિત ગણતરી કરવા માટેની EXCEL FILE
મિત્રો, હાલ QMTS ફોર્મમાં ઘણી બધી જીણવટ ભરી વિગતો ભરવાની થાય છે. જેમાં જે તે સત્રની પરિક્ષામાં મેળવેલ ગ્રેડ આધારિત વિગત ભરવાની થાય છે. ધોરણ 1 થી 8ના તમામ વિષયોના દરેક ગ્રેડમાં કેટલા વિદ્યાર્થીની સંખ્યા અને તેની ટકાવારીની વિગતો ભરવાની છે. આ ગણતરી ખૂબ જ સમય અને મહેનત માગી લે છે. આ ગણતરીને સરળ કરવા Excel શીટ બનાવેલ છે. જેમાં ફક્ત દરેક વિષયના કુલ ગુણ માંથી મેળવેલ ગુણ ઉમેરવાથી તમામ વિગતોની આપોઆપ ગણતરી થાય છે.
ઉપયોગ કરવાની રીતઃ
- શીટમાં ફક્ત પીળા ખાનામાં વિગતો ભરો. જેમાં રોલ નંબરની બાજુના કોલમમાં કુમાર માટે M અને કન્યા માટે F સિલેક્ટ કરો.
- તમામ વિષયોમાં પરીક્ષાના જે તે ગુણ આધારિત ગણતરી કરવા માગો છો તે પ્રમાણે કુલ ગુણ ના ખાનામાં કુલ ગુણ લખો.
- તમામ વિષયોમાં પરીક્ષામાં કુલ ગુણ માંથી મેળવેલ ગુણ ઉમેરો.
- જો આપે પરિણામ પત્રક Excel શીટમાં બનાવેલ હોય તો ફક્ત ગુણ કોપી કરવાથી એકદમ સરળ અને ઝડપથી કાર્ય થશે.
- ત્યારબાદ PRINT પર CLICK કરી પ્રિન્ટ પણ કાઢી શકશો.
